લોકરક્ષક ભરતી અગાઉ SSC બોર્ડની પરીક્ષાનું કૌભાંડ મહિસાગરથી લીક થયું હતું



બીજી તરફ યશપાલના ગામમાં તેનું ઘર પણ બતાવવા માટે લોકો ઇન્કાર કરી રહયા હતા.પરીક્ષાના કૌભાંડનો મામલો બહાર આવતા...


Lunavada News - latest lunavada news 030652


બીજી તરફ યશપાલના ગામમાં તેનું ઘર પણ બતાવવા માટે લોકો ઇન્કાર કરી રહયા હતા.પરીક્ષાના કૌભાંડનો મામલો બહાર આવતા ગામમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. સમગ્ર મામલાની તપાસ ગાંધીનગરથી મોનીટરીંગ થતી હોવાથી સ્થાનિક પોલીસે આ બાબતે મૌન સેવવાનું પસંદ કર્યુ હતુ. ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની રવિવારે યોજાનાર પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી.. આ મામલામાં ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઈ પણ સામેલ છે. તે ઉપરાંત મુકેશ ચૌધરી અને મનહર પટેલ નામના આરોપીઓ પણ ધરપકડ કરવામાં આવી છે. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડનો રેલો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ પાસે આવેલા છાપરીના મુવાડા સુધી પહોંચ્યો છે. આ ગામનાે એક ઇસમ આ કાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. 

બીજી તરફ આ ગામના લોકો યશપાલ જશવંતસિંહ સોલંકી તથા યશપાલ નરેન્દ્ર સોલંકીને ઓળખવા માટે ઇન્કાર કરી રહ્યા હતા. કેટલાક લોકોએ તો તેના મોબાઇલ નંબર પણ ડિલીટ કરી નાખ્યા હોવાનું જાણવા મળેલ છે. આ ઇસમ લાંબા સમયથી બહાર રહેતો હોવાથી તેનો સંપર્ક ન હોવાનું જણાવતા હતા. બીજી તરફ ગામમાં યશપાલનું ઘર પણ બતાવવા માટે લોકો ઇન્કાર કરી રહ્યા હતા. 

કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા 10 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. અને તેમની સામે તપાસ ચાલી રહી છે. આમાં કેટલાક આ પરીક્ષાના ઉમેદવારો પણ હોવાની ચર્ચા છે. પોલીસ માટે અત્યારે સૌથી મહત્ત્વની કામગીરી મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીને પકડવાની છે. 

લુણાવાડા શિક્ષણ જગતનું મોટું હબ 
લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડનો રેલો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ પાસે પહોંચ્યો છે. છાપરીના મુવાડા ગામના એક ઇસમ આ કાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યુ હતુ. આ કૌભાંડમાં બધી તરફથી પોલીસ તરફ જ આંગળી ચિંધાઇ રહી છે. રૂપલ શર્મા પોલીસ પરિવારમાંથી આવે છે. બનાસકાંઠાના મુકેશ ચૌધરી વાયરલેસ પીઆઇ પીવી પટેલના સંબંધી થાય છે. યશપાલ સોલંકી જેની સાથે અગાઉથી સંપર્કમાં હતો એ મનહર પણ પીવી પટેલ સાથે ઓળખાણ ધરાવે છે. ‘વાડ જ ચીભડા ગળે’ એમ પોલીસની સંડોવણીથી ઉમેદવારોમાં પણ પોલીસ વ્યવસ્થા સામે આક્રોશ છે. 
આન્સર કી પહોંચાડવાની જવાબદારી મનહરની હતી, વેચવાનું કામ હૉસ્ટેલ પરથી કરવામાં આવતું હતું 
વધુ 10 જેટલા શંકાસ્પદ આરોપીઓની તપાસ ચાલુ 
ટાટના પેપર કૌભાંડમાં પણ મનહર પટેલની સંડોવણી હતી, પોલીસે પગલાં લીધા નહોતા 
રૂપલનો મનહર સાથે સંપર્ક પીએસઆઇ પટેલ મારફતે થયો, રૂપલ પોતે ઉમેદવાર 
બાયડનો વતની મનહર પટેલ અગાઉ ટાટની પરીક્ષાના પેપર લીક કરવામાં પણ સંડોવાયેલો હતો. આ અંગે મહિપાલસિંહ રાઠોડ નામની વ્યક્તિએ ગત 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરના પોલીસ વડા મયુર ચાવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતા. ગાંધીનગર એસપી કચેરીમાં વાયરલેસ પીએસઆઇ તરીકે ફરજ બજાવતો પી.વી.પટેલ અને બાયડના અરજણવાવનો રહેવાસી મનહર પટેલ સંબંધી છે અને એક જ સમાજના છે. પટેલે પોતાના બે સગા માટે આન્સર કી મેળવવાની હતી જ્યારે અન્ય આરોપી મુકેશ ચૌધરી પણ તેમના જ સમાજનો છે જે ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યો હોવાથી આન્સર કી મેળવવા માટે આ બંનેનો સંપર્ક કર્યો હતો. બીજીતરફ રૂપલ શર્મા ગાંધીનગરમાં હોસ્ટેલ ચલાવતી રૂપલના પિતા અગાઉ પીએસઆઇ હોવાથી પી.વી. પટેલ સાથે પરિચયમાં હતી. જેથી પી.વી.પટેલે મનહર પાસેથી આન્સર કી મેળવવા ડીલ કરી હતી અને તેમાં રૂપલ પણ સામેલ થઇ હતી રૂપલ પોતે પણ ઉમેદવાર હતી. 

સૂત્રધાર યશપાલનો મોબાઇલ નંબર પણ ગામના ઘણા લોકોએ ડીલીટ કર્યો 
પીએસઆઇએ ભાણેજ જમાઇને આન્સર કી આપી 
પેપર લીક પ્રકરણમાં બનાસકાંઠાના એદરાણા મુકેશ ચૌધરી અને બાજુના ગામ પસવાદળના વતની અને ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઇ પદે ફરજ બજાવતા પ્રેમજી પટેલની ગાંધીનગર એલસીબીએ અટકાયત કરતા બંને ગામમાં સોપો પડી ગયો છે. પ્રેમજી પટેલ પાંચ વર્ષથી ગાંધીનગરમાં ફરજ બજાવે છે મુકેશ ચૌધરી તેમનો ભાણેજ જમાઇ થવાનો છે હાલ માત્ર સગાઈ થઈ છે. પ્રેમજીભાઈના પરિવાર જનોનું માનીએતો પ્રેમજીભાઇને ફસાવવામાં આવી રહ્યા છે. પસવાદળના પરથીભાઇએ જણાવ્યું હતું કે “તેમના વિરોધીઓ દ્વારા તેમને ફસાવવા માટે ખોટો કેસ કરાયો છે.” તો બીજી તરફ એદરાણા ગામમાં વહેલી સવારથી જ મુકેશ ચૌધરીના ઘર આગળ લોકોનું ટોળું જોવા મળ્યું હતું. 

પીએસઆઈ ભરત બોરાણા અને રૂપલના પિતા મિત્રો હતા 
ભરત બોરાણા અને રૂપલના પિતા બંને મિત્રો હતા. જેને પગલે રૂપલ તેમને ઓળખતી હતી, એટલે જ તેને પેપરની ખરાઈ કરવા તેમની જોડે વાત કરી હતી. 



આન્સરસીટમાં અક્ષર કોના તે હજુ સુધી નથી જાણી શકાયું 
સમગ્ર કૌભાંડમાં હાથે લખેલા જવાબો બધા ઉમેદવારોને શેર કરાયા હતા. ત્યારે અક્ષર વીશે પુછતા એસપી મયૂર ચાવડાએ કહ્યું હતું કે,‘આ અક્ષર કોના છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. તેની તપાસ ચાલી રહી છે.’ 

Comments