મોતને હંફાવી 9700 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડીને જીવંત રહેલી એક માત્ર છોકરીની કહાણી
અજબ-ગજબ ડેસ્કઃ આ રહસ્યમય કહાણી છે એક ટીનએજરની, જે એક ભયંકર વિમાન દુર્ઘટનામાં એકલી જીવંત બચી ગઈ હતી. આ ઘટના છે 24 ડિસેમ્બર 1971ની. પેરૂની રાજધાની લીમાથી ઉડાન ભરી રહેલી ફ્લાઈટ 508 પુકાલપા શહેર તરફ જઈ રહી હતી. ખરાબ હવામાનના કારણે વિમાન 21 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન તે એક ભયંકર તોફાનની ઝપેટમાં આવી જાય છે. પ્લેન ખરાબ રીતે હલવા માંડે છે, પરંતુ પાયલોટ ક્રૂઝિગ ચાલું રાખે છે. ત્યારે પ્લેનના જમણા એન્જિન પર વીજળી પડે છે અને તેમાં આગ લાગી જાય છે. આગ લાગતા જ પ્લેનનો જમણો ભાગ ધમાકા સાથે ઉડી જાય છે અને પ્લેશ ક્રેશ થવા લાગે છે. આ દરમિયાન 17 વર્ષની જૂલિયાન કોપપેક સીટ સહિત બહાર ખેંચાઈ જાય છે.
3.5 કિમી દૂર પડી જૂલિયાન
- પ્લેન ક્રેશ થઈ જાય છે અને જૂલિયાન પ્લેનની સીટ સાથે ક્રેશ જોનથી ત્રણ કિલોમીટર દૂર એમેઝોનના જંગલમાં પડે છે. તે લગભગ 9700 ફૂટની ઊંચાઈ પરથી પડે છે. તેનું કોલર હાડકું તૂટી જાય છે, ઘણા મસલ્સ ફાટવાની સાથે તેને ઘણી ઈજા પણ આવે છે, પરંતુ ચમત્કારિક રીતે તે જીવંત બચી જાય છે.
- તેને લગભગ 19 કલાક પછી હોશ આવે છે. તે એમેઝોનના જંગલમાં પોતાને સીટથી બાંધેલી જોવે છે. ભયંકર દુખાવાથી તેના ઊભા થવામાં કલાકો લાગી જાય છે.
જંગલમાં જીવંત રહેવાની જંગ
- તેને સૌથી પહેલા તેના જૂલોજિસ્ટ પિતાની શીખવાડેલી સર્વાઈવલ ટેક્નીક યાદ આવે છે. તે આગળ વધતા પહેલા તેના જૂતા ફેંકી-ફેંકીને જોવે છે કે, ક્યાંક જમીનમાં સાંપ બેસેલો ના હોય. આવું કરતા સૌથી પહેલા તે તેની માને શોધવા માટે નીકળે છે, પરંતુ કઈ ખબર નથી પડતી. થાકીને હારીને તે મદદ માટે આગળ વધે છે રસ્તામાં તેને વિમાનમાંથી પડેલી વસ્તુઓ મળે છે. એક બેગમાં તેને ચોકલેટ્સથી ભરેલી મળે છે, જે છેલ્લા સુધી જીવંત રાખવામાં મદદ કરે છે.
- તે પિતાએ જણાવેલી ટેક્નિક પ્રમાણે નદીના કિનારે-કિનારે ચાલતી જાય છે. લગભગ 10 દિવસ સુધી ચાલ્યા બાદ તે જંગલની બહાર પહોંચી જાય છે, પરંતુ ત્યાં સુધી તેના ઘામાં કીડા પડવા લાગે છે. તેને ભયંકર તકલીફ થાય છે. બીજા દિવસે જૂલિયાનને એક ગામ દેખાય છે, ત્યાં ઉભેલી એક જૂની મોટરબોટમાંથી તેને ડીઝલ મળી જાય છે. ડીઝલથી જૂલિયાન ઘા પર લાગેલા કીડા સાફ કરે છે અને આગળ વધતી રહે છે, જ્યાં 14મા દિવસે તેને ગ્રામજનોની મદદ મળે છે.
જૂલિયાન પ્લેનમાંથી પડીને પણ કેવી રીતે બચી?
- આ ખોફનાક પ્લેન ઘટનામાં જૂલિયાનની મા સહિત ક્રૂ અને પેસેન્જર્સ મળીને 90 લોકોનું મોત થઈ ગયું હતું, પરંતુ પ્લેનમાંથી પડીને જૂલિયાન કેવી રીતે જીવતી બચી ગઈ એ આજે પણ કોયડો છે. અહેવાલો પ્રમાણે, જ્યારે પ્લેન ક્રેશ થવા લાગ્યું ત્યારે જૂલિયાન 9700 ફૂટની ઊંચાઈ પરથી નીચે જંગલમાં પડી હતી. એવી સ્થિતિમાં બચવું અશક્ય છે.
- અમુક થિયોરિસ્ટ દાવો કરે છે કે, હવાના દબાણમાં પરિવર્તન અને સીટના એન્ગલના કારણે જૂલિયાનની ચેર એ હેલિકોપ્ટરના પાંખીયાની જેમ ફરવાનું શરૂ કરી દીધું હશે. આ કારણે તેની પડવાની ગતિ ઘટી ગઈ હશે. ત્યારે જંગલોમાં ઝાડ અને તેની ખુરશીની ગાદીના કારણે પડવાની ઈફેક્ટ ઓછી થઈ ગઈ હશે.
- જૂલિયાન હવે 64 વર્ષની થઈ ચૂકી છે અને આજે પણ ચર્ચામાં બનેલી રહે છે.
Comments
Post a Comment