છોકરી ઈન્ટરનેશનલ ખેલાડીની રાહ જોતી હતી, ઉપર રૂમમાં તેણે લગાવી લીધી ફાંસી- પિતાને હંમેશા કહેતો, દેશને મેડલ અપાવીને જ કરીશ લગ્ન

ખેલાડીએ ઘણાં મેડલ જીત્યા પરંતુ જિંદગીની રેસમાં માની લીધી હાર

19 year old International athlete commits suicide in delhi

નવી દિલ્હી: 100 અને 200 મીટર રેસમાં ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા નવયુવક ખેલાડીએ આત્મહત્યા કરી લીધી છે. આ 19 વર્ષના ખેલાડીનું નામ પાલેન્દ્ર છે. તેણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હોસ્ટેલમાં મંગળવારે સાંજે તેના રૂમમાં પંખા પર લટકીને ફાંસી લગાવી લીધી હતી. પાલેન્દ્રને બેભાન અવસ્થામાં કોચ અને ગાર્ડે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં સારવાર દરમિયાન આ ખેલાડીનું મોત થઈ ગયું. પાલેન્દ્રએ એથલેટિક્સમાં ઘણાં મેડલ જીત્યા હતા. પોલીસે પીએમ પછી મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. તેથી મોતનું કારણ સ્પષ્ટ થયું નથી.
મોબાઈલથી એથલિટ્સના મોતનું કારણ જાણવા મળી શકે છે

પાલેન્દ્રના મોબાઈલને પોલીસે કબજે લઈ લીધો છે પરંતુ તેમાંથી કોઈ સિમકાર્ડ મળ્યું નથી. દક્ષિણ જિલ્લાના એડિશનલ પોલીસ અધિકારી વિજયંતા આર્યાએ જણાવ્યું કે, મંગળવારે રાતે લોદી પોલીસ સ્ટેશનને આ ઘટનાની માહિતી રાતે 9 વાગે સફદરજંગ હોસ્પિટલમાંથી મળી હતી.
એથલેટિક્સમાં ઈન્ટરનેશનલ લેવલ પર કર્યું હતું દેશનું પ્રતિનિધિત્વ
પાલેન્દ્ર કૈમથલ ગામ અલીગઢમાં રહેતો હતો. તે ખેડૂત પરિવારમાં મોટો થયો હતો. તે જેએનએસ હોસ્ટલના બીજા ફ્લોર પર રૂમ નંબર 69માં ચાર મહિનાથી રહેતો હતો. તે દરમિયાન તે પ્રેક્ટીસ માટે દિલ્હીથી બહાર પણ ગયો હતો. ઘટના દિવસે સાંજે પ્રેક્ટિસ કર્યા પછી તે રૂમ પર પહોંચ્યો હતો. તે સમયે એક છોકરી પણ તેની સાથે હતી. તે કપડાં બદલવાની વાત કરીને ઉપર ગયો અને પંખાથી લટકીને ફાંસી લગાવી લીધી હતી. સ્ટૂલ પડવાનો અવાજ આવતા છોકરી સેકન્ડ્ ફ્લોર તેના રૂમમાં ગઈ હતી. ત્યાંનુ દ્રશ્ય જોઈને તેણે ખૂબ બૂમો પાડી અને ચપ્પાથી ફંદાનું દોરડું કાપી દીધું હતું. આ ઘટના સાંજે 5 વાગે બની હતી. પાલેન્દ્રને જેએનએસ મેડિકલ સેન્ટર પહોંચાડવામાં આવ્યો હતો. ડોક્ટરે સારવાર પછી તેને સફદરજંગ હોસ્પિટલ ટ્રાન્સફર કર્યો હતો.
100 મીટરમાં જીત્યો હતો ગોલ્ડ
પાલેન્દ્ર 100 અને 200 મીટર રેસમાં ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે યૂથ એશિયા એથલીટ મીટમાં ગયા વર્શે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઘટનાની માહિતી પીડિત પિતા મહેશ પાલને સાંજે 5 વાગે ગાર્ડ દ્વારા ફોનથી આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, દીકરાને મગજ પર તાવ ચડી ગયો છે તમે આવી જાઓ. આ સાંભળતા જ પિતા, સંબંધીઓ અને મિત્રો રાતે સફદરજંગ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તે સમયે પાલેન્દ્ર વેન્ટીલેટર પર હતો.
કોણ હતી તે છોકરી જે તેની સાથે હતી

મહેશ પાલનું કહેવું છે કે, ઘટના સમયે જે છોકરી તેની સાથે હતી તેને પાલેન્દ્ર બહેન માનતો હતો. તે છોકરીનો ભાઈ પણ હોસ્ટેલમાં રહેતો હતો અને સ્વિમિંગની તૈયારી કરતો હતો. પાલેન્દ્રના રૂમમાં એક અન્ય છોકરો પણ રહેતો હતો, જે થોડા દિવસથી ઘરે જતો રહ્યો હતો. છોકરી સાથે છેલ્લે શું વાત થઈ હતી? જેથી પાલેન્દ્રએ આવું પગલું લીધું. એથલીટના ગામમાં રહેતા મિત્ર કુલદીપે જણાવ્યું કે, તેણે અલીગઢમાં દિલ્હી પબ્લિક સ્કૂલથી 11માં સુધી અભ્યાસ કર્યો હતો. હવે તે પ્રાઈવેટ સ્કૂલમાંથી 12માં ધોરણનો અભ્યાસ કરી રહ્યો હતો. મંગળવારે જ પાલેન્દ્રની કુલદીપ સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે તે એકદમ નોર્મલ હતો.
દિવાળીપર ગયો હતો ઘરે, કોઈ મુશ્કેલી નહતી

મંગળવારે પાલેન્દ્રએ પિતા સાથે ફોન પર વાત કરી હતી. તેણે ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. ત્યારે પિતાએ અનાજ વેચાઈ જતા 1 તારીખે રૂપિયા ખાતમાં નાખી દેવાની વાત કરી હતી. દિવાળીના એક દિવસ પહેલાં જ પાલેન્દ્ર ઘરે આવ્યો હતો અને 8 તારીખે પરત હોસ્ટેલ આવ્યો હતો. તેણે ઘરે ફોન કરીને કોઈ મુશ્કેલી ન હોવાની વાત કરી હતી. તે કોઈ જ પ્રકારના ડિપ્રેશનમાં નહતો. પિતા દર મહિને દીકરાને રૂ. 10 હજાર મોકલતા હતા.
ખેલાડીએ ઘણાં મેડલ જીત્યો પરંતુ જીવનની રેસ હારી ગયો

મધ્યમવર્ગીય પરિવારથી આવતા એથલીટે પોતાના સપના જાતે જ તોડી નાખ્યા છે.તે વર્ષ 2020માં ટોક્યો જાપાનમાં ઓલંપિક ગેમ્સમાં દોડવા માગતો હતો. પરંતુ તે જીવનની રેસમાં હારી ગયો. ફેબ્રુઆરીમાં થનારી ફેડરેશન ગેમ્સની તૈયારી માટે કે ખૂબ મહેનત કરી રહ્યો હતો. હાલ પાલેન્દ્ર 19 વર્ષનો પણ નહતો પરંતુ તે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 55-56 મેડલ જીતી ચૂક્યો હતો. પાલેન્દ્ર 100 મીટર રેસને 11.01 સેકન્ડમાં પૂરી કરવાનો નેશનલ રેકોર્ડ પણ બનાવી ચૂક્યો હતો.
પિતાએ કહ્યું- મારા દીકરાએ મનમાં નક્કી કરી લીધી હતી આ વાત

પાલેન્દ્રનું સેનામાં કોન્સ્ટેબલ પદ પર પસંદગી પણ થઈ ગઈ હતી. હવે માત્ર દસ્તાવેજની કાર્યવાહી જ પૂરી કરવાની બાકી હતી. પિતા મહેશ પાલે જણાવ્યું કે, તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, તે જ્યાં સુધી ઓલિંપિક મેડલ નહીં જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરે

Comments