કમલાને પ્રેસિડન્ટ ચૂંટણી માટે ટ્રમ્પ વિરૂદ્ધ પાંચમી ફેવરિટ નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યા હતા
2011થી 2017 સુધી કેલિફોર્નિયાના એટર્ની જનરલ પણ રહી ચૂકી છે કમલા હેરિસ. (ફાઇલ)
- કમાલ સિવાય 2020ની અમેરિકન પ્રેસિડન્ટ ચૂંટણીમાં હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ ઉમેદવારી નોંધાવી શકે છે.
- 54 વર્ષની કમલા હેરિસ સેનેટમાં એકમાત્ર ભારતીય મૂળની સાંસદ ફિમેલ ઓબામા તરીકે પણ ઓળખાય છે.
- 54 વર્ષની કમલા હેરિસ સેનેટમાં એકમાત્ર ભારતીય મૂળની સાંસદ ફિમેલ ઓબામા તરીકે પણ ઓળખાય છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન સેનેટમાં ભારતીય મૂળની સાંસદ કમાલ હેરિસ ટૂંક સમયમાં જ 2020ના પ્રેસિડન્ટ ઇલેક્શનમાં પોતાની ઉમેદવારી પર નિર્ણય લઇ શકે છે. કેલિફોર્નિયાથી ડેમોક્રેટ પાર્ટીની સેનેટર કમલાએ રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં એક સમારંભમાં જણાવ્યું કે, તે વેકેશન સિઝનમાં આ અંગે નિર્ણય લેશે. કમલાએ કહ્યું કે, આ એક પારિવારિક નિર્ણય હશે અને વેકેશન દરમિયાન હું મારાં પરિવારની સલાહ અનુસાર, હું મારા પરિવારની સલાહ અનુસાર, પ્રેસિડન્ટ ચૂંટણી લડવા પર નિર્ણય કરીશ.
પ્રેસિડન્ટ ઇલેક્શનમાં ટ્રમ્પ વિરૂદ્ધ 5મી પસંદ છે કમલા
- અમેરિકન મીડિયા ગ્રુપ પોલિટિકોના રિપોર્ટ અનુસાર, નવેમ્બરમાં થયેલા ડેમોક્રેટિક વોટર્સ પોલમાં કમલાને પ્રેસિડન્ટ ચૂંટણી માટે ટ્રમ્પ વિરૂદ્ધ પાંચમી ફેવરિટ નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
- પોલમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનનું નામ સૌથી આગળ હતું. ત્યારબાદ વરમોન્ટના સેનેટર બર્ની સેન્ડર્સ, ટેક્સાસના રિપબ્લિકન સાંસદ બીટો ઓરૂર્ક અને મેસાચ્યુસેટ્સના સેનેટર એલિઝાબેથ વોરેન સૌથી આગળ હતા.
ફિમેલ ઓબામાના નામથી લોકપ્રિય
- અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ઓકલેન્ડ સિટીમાં જન્મેલા 54 વર્ષીય કમલા હેરિસ 2016માં અમેરિકન સંસદના સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
- આ જીત સાથે જ સેનેટમાં પહોંચનાર ભારતીય મૂળના પ્રથમ અને એકમાત્ર મહિલા સાંસદ બની ગઇ.
- ઓબામા શાસન દરમિયાન કમલા 'ફિમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા. તેઓ ઓબામાની સૌથી નજીક ગણાય છે.
- 2016માં સેનેટ ઇલેક્શનમાં ઓબામાને કમલાએ સપોર્ટ કર્યો હતો.
કેલિફોર્નિયા સાથે ખાસ જોડાણ
- કમલા 2011થી 2017 સુધી કેલિફોર્નિયાના એટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે.
- કમલા હેરિસનો જન્મ 20 ઓક્ટોબર, 1964ના રોજ થયો હતો. કમલાની માતા શ્યામલા ગોપાલન મૂળ તમિળ છે અને પિતા ડોનાલ્ડ હેરિસ આફ્રિકાના જમૈકાથી છે.
- તેઓની માતા શ્યામલા ગોપાલન 1960માં ચેન્નઇ છોડી અમેરિકામાં વસ્યા, અહીં તેઓ કેન્સર રિસર્ચર હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ પણ અર્થશાસ્ત્ર ભણાવવા માટે અમેરિકા આવ્યા હતા.
તુલસી ગબાર્ડ પણ રજૂ કરી શકે છે ઉમેદવારી
- કમલા ઉપરાંત અમેરિકાની પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી રજૂ કરી શકે છે. 37 વર્ષીય તુલસી હવાઇથી ચાર વખત ચૂંટાયેલા ડેમોક્રેટ સાંસદ છે.
- તેઓ દરેક વખતે રેકોર્ડ વોટથી જીત્યા છે. જો તુલસી ઉમેદવાર બનશે તો અમેરિકાના ઇતિહાસમાં એવું પ્રથમવાર બનશે જ્યારે કોઇ હિન્દુને અમેરિકાની કોઇ રાજકીય પાર્ટીની તરફથી પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉમેદવારી બનશે.
- જો તુલસી ઇલેક્શન જીતશે તો તેઓ અમેરિકાની પ્રથમ મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિ બની શકે છે.
Comments
Post a Comment