LRD પેપર લીક/ વડોદરા મનપાની સામાન્ય સભામાં મુદ્દો ઉછળ્યો, વિપક્ષે કરી કડક કાર્યવાહીની માંગ

વડોદરા મનપાના કોન્ટ્રાક્ટ પરના કર્મચારી યશપાલસિંહ સોલંકી મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેર્યું

LRD paper leak issue in vadodara corporation meeting today

વડોદરા મનપાની સામાન્ય સભામાં પેપર લીકનો મુદ્દો ઉછળ્યો, વિપક્ષે કરી કડક કાર્યવાહીની માંગ

વડોદરાઃ લોક રક્ષક દળની ભરતીમાં થયેલા પેપર લીક કાંડમાં વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરી ચૂકેલો યશપાલસિંહ સોલંકી મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. જેથી વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં પેપર લીક કાંડનો મુદ્દો ઉછળ્યો હતો.
વડોદરા મનપાની સામાન્ય સભામાં પેપર લીકનો મુદ્દો ઉછળ્યો
* પેપર લીક કાંડના મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી મુદ્દે વિપક્ષના નેતાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી 
* વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ બાબતને ગંભીર ગણાવી હતી
કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કારણે વીએમસીની આબરૂ ખરાબ થઇ રહી છે
-વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં એવી રજૂઆત કરી હતી કે, આરોપી યશપાલસિંહ સોલંકી 8 ઓગષ્ટ 2018ના રોજ હરણી-વારસીયા રિંગ રોડ પર કોન્ટ્રાક્ટ પર નોકરી લાગ્યો હતો. અને 20 સપ્ટેમ્બર, 2018ના રોજ તેણે નોકરી છોડી દીધી હતી. આવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કારણે વીએમસીની આબરૂ ખરાબ થઇ રહી છે.
ફરિયાદની કોપી મળ્યા બાદ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે
-સભામાં મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ જણાવ્યું હતું કે, પેપર લીક કાંડની ફરિયાદની કોપી અમને મળી નથી, ફરિયાદની કોપી મળ્યા બાદ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.
ક્લાર્કોની ભરતીમાં સ્થાનિક યુવાનોને તક આપવામાં આવતી નથી
-કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2016થી કોર્પોરેશનમાં તબક્કાવાર ક્લાર્કોની ભરતી થઇ રહી છે, જેમાં સ્થાનિક યુવાનોને તક આપવામાં આવી નથી, જે પણ એ તપાસનો વિષય છે.

Comments