ભારતમાં જોડાનાર છેલ્લા રાજવી વાંસદાના મહારાજાની ચીરવિદાય


વાપીની હોસ્પિટલમાં દિગ્વિરેન્દ્રસિંહજીનું 92 વર્ષે નિધન


મહારાજા ઓફ વાંસદા મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીએ 92 વર્ષની જૈફવયે વાપીની હરિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા ઈતિહાસના એક વિરલ પ્રકરણનો અંત આવ્યો છે. દેશી રજવાડાએ સરદાર પટેલને ભારત ગણ સંઘમાં સામેલ થવાના કરાર ઉપર સહી કરી તે 562 રાજા પૈકીના તેઓ એકમાત્ર જીવંત રાજા હતા. 10મી જૂન 1948ના રોજ તેમણે જોડાણ ખત ઉપર સહી કરી હતી. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજી અંતિમ 22મા રાજા હતા. તેમના પિતા ઈન્દ્રસિંહજીના હસ્તે શ્રીમંત દિગ્વિરેન્દ્રસિંહજીનો 12મી ફેબ્રુઆરી 1948 વસંતપંચમીના દિવસે રાજ્યાભિષેક થયો હતો. તેઓ એ વખતે માત્ર 20 વર્ષના હતા. એમના રાજ્યગ્રહણના પછીના 4 મહિના પછી તેમના રાજ્યના વિલિનીકરણ તે સમયના મુંબઈ રાજ્યમાં કરાયું હતું. 

યુવાન વયે રાજ્યાભિષેક પછી રાજા બન્યા પછી પણ તેઓમાં રાજાપણુ ચઢ્યું ન હતું. તેઓ દૂષણોથી દૂર રહ્યા હતા. સામાન્ય માણસથી લઈ વડાપ્રધાન સુધી તેમના પરિચયમાં હતા. હવે 23મા નરેશપદે જયવિરેન્દ્રસિંહ સોલંકી બનશે. તેમનો મહેલ ‘દિગ્વિર નિવાસ પેલેસ’થી ઓળ‌ખાય છે. મહેલના પાછળના ભાગે બનાવાયેલા ચેકડેમને 100 વર્ષથી વધુ સમય થવા છતાં તે અડીખમ છે. જળ અછત દૂર કરવા રાજવીએ 100 વર્ષ પહેલા ચેકડેમ બંધાવ્યા હતા. મહારાજા બહુશ્રુત હતા. પર્યાવરણ, વન્યપ્રાણી, ચિત્રકલા, સંગીતપ્રેમી એવા મહારાજા શુટીંગમાં સ્ટેટ ચેમ્પિયન હતા. તેમણે વાંસદામાં હરણ અભ્યારણ્ય વિકસાવ્યું છે. 

દિગ્વિરેન્દ્રસિંહજી 

Vapi - latest vapi news 040644

Comments