દારા સિંહ બજારમાં મળતાં પ્રોટીન કે સ્ટેરોઈડ ક્યારેય નહોતા લેતા, માત્ર ઘરમાં જ બનતી આ વસ્તુઓ ખાઈ બનાવી'તી જબરદસ્ત બોડી, રોજ આ 2 વસ્તુઓ ખાતા હતા

સવારે નાસ્તો નહોતા કરતાં દારા સિંહ, આ ખાસ પ્રકારની 8 રોટલી ખાતા હતા

Dara Singh Work Out and Fitness Diet Schedule

હેલ્થ ડેસ્ક: આજે રુસ્તમે-એ-હિન્દ કહેવાતા પહેલવાન દારા સિંહનો જન્મ દિવસ છે. અત્યારે તેઓ ભલે દુનિયામાં નથી પણ તેમની ટિપ્સ આજે પણ લોકોને કામ આવે છે. પંજાબમાં જન્મેલા દારા સિંહનું પૂરું નામ દારા સિંહ રંધાવા હતું. પહેલવાનીમાં તેમણે નેશનલ જ નહીં પણ ઈન્ટરનેશરલ ખિતાબ પણ પોતાના નામે કર્યા હતા. રામાયણમાં હનુમાનની ભૂમિકા પણ ભજવી હતી. જેથી આજે અમે તમને જણાવીશું કે કેવા પ્રકારનું ડાયટ લઈને દારા સિંહ આટલા મજબૂત હતા.

ડાયટમાં શું લેતા હતા દારા સિંહ

-તેઓ દરરોજ 100 ગ્રામ બદામ ખાતાં હતા

-મુરબ્બા અને શુદ્ધ ઘી પણ તેમની ડાયટમાં સામેલ હતું

-તેઓ રોજ 2 લીટર દૂધ પીતાં હતા

-રોજ અડધું કિલો મીટ ખાતાં હતા

-રોજ સિલ્વર વર્કની સાથે 6-8 રોટલી ખાતાં હતા

બ્રેકફાસ્ટ નહોતા કરતાં

-દરેક હેલ્ધી વ્યક્તિ બ્રેકફાસ્ટ અવશ્ય કરે છે પણ તેઓ બ્રેકફાસ્ટ નહોતા કરતાં.

-તેઓ દિવસમાં માત્ર 2વાર જ જમતા હતા.

-વર્કિંગ પછી તેઓ ઠંડાઈ પીતાં હતા. ત્યારબાદ ચિકન અને લેમ સૂપ લેતાં હતા.

-આ સિવાય તેઓ સપ્તાહમાં એકવાર ઉપવાસ રાખતા હતા. જેનાથી તેમનું મેટાબોલિઝ્મ સારું રહેતું હતું.

-તેમણે બોડી બનાવવા માટે ક્યારેય કોઈ આર્ટિફિશિયલ ડાયટ લીધું નથી. તેમણે નેચરલ ડાયટથી જ આવી બોડી બનાવી હતી.

Comments