2 વર્ષ પહેલા રૂમમાંથી અચાનક ગુમ થઈ ગયો હતો 15 વર્ષનો છોકરો, વર્ષો સુધી શોધ્યો પણ ના મળ્યો કોઈ સંકેત

પછી પોલીસે પેરેન્ટ્સ બતાવ્યો એક ફેસબુક ફોટો તો બદલાઈ ગઈ આખી વાત

15 years old boy was suddenly disappeared from the room 2 years ago

અજબ-ગજબ ડેસ્કઃ 24 મે, 2016ના રોજ જ્યોર્જિયામાં રહેતા કેરોલ પરિવારનો 15 વર્ષનો છોકરો અચાનક તેના રૂમમાંથી ગુમ થઈ જાય છે. સવારે જ્યારે તેના પિતા સ્કૂલ માટે તેને ઉઠાડવા પહોંચે છે તો તે રૂમમાં નહોતો. તે ક્યારે વહેલા જાતે ઉઠતો નહોતો. ત્યારબાદ તે તેને આખા ઘરમાં શોધવા લાગી જાય છે પરંતુ તે ઘરે નથી હોતો. તેના મિત્રો અને પાડોશીને પૂછવામાં આવે છે, આખો દિવસ નીકળી જાય છે, પરંતુ ઓબરેનો કોઈ સુરાગ મળતો નથી. પરેશાન પિતા પોલીસને તેની જાણ કરે છે.

- જ્યોર્જિયાના સ્પાલડિંગ વિસ્તારમાં પોલીસ 15 વર્ષના ઓબરે કેરોલને શોધવામાં લાગી જાય છે. પોલીસ ઓબરેના પિતાની સાથે સાથે તેની માનો પણ સંપર્ક કરે છે. જોકે, પેરેન્ટ્સના ડિવોર્સ થયા બાદ ઓબરે તેના પિતા સાથે અહીંયા રહેતો હતો. ત્યારે તેની મા અલગ રહેતી હતી.
- તેના મોબાઈલ કોલ ડિટેલ્સ કાઢવામાં આવે છે, પરંતુ કંઈ ખબર પડતી નથી. તે જે દિવસે ગુમ થયો તે દિવસે તેને એક પરીક્ષા પણ હતી, પરંતુ સ્કૂલમાંથી પણ ખબર પડે છે કે, તે ત્યાં પણ નથી પહોંચ્યો.
અઠવાડિયાઓ સુધી નથી પડતી ખબર
- પોલીસના તમામ પ્રયાસો છતાં પણ છોકરાની ખબર પડતી નથી. અઠવાડિયાઓ સુધી તેની ખબર પડતી નથી, ત્યારબાદ તેના પિતાને અજાણ્યો ડર લાગવા લાગ્યો. ત્યારે તેને માને લાગે છે કે, ક્યાંક તેની સાથે કંઈક ખોટું થઈ ગયું છે.
પોલીસે કરી ઈનામની જાહેરાત

- પોલીસ અંતે થાકીને હારીને તેના નામના પોસ્ટર લગાવી દે છે. તેમાં તેના વિશે જાણકારી આપનારને 5 હજાર ડોલરનું ઈનામ આપવાની જાહેરાત થાય છે, પરંતુ પરિવાર અને પોલીસના લાખ પ્રયાસો છતાં પણ તેની કોઈ ખબર પડતી નથી.
પછી પોલીસના હાથમાં આવી એક તસવીર

- 2 વર્ષ બાદ પોલીસ ઓબરની તપાસ બંધ કરી દે છે. કોઈને સમજાતું નથી કે આખરે એ છોકરાને આકાશ ખાઈ ગયું, જમીન ગળી ગઈ, પરંતુ 16 એપ્રિલ 2018ના રોજ એક ફેસબુક ફોટો કહાણી ટ્વિસ્ટ લઈને આવે છે. પોલીસની આઈટી સેલના હાથે એક એવી ફેસબુક પ્રોફાઈલ લાગે છે, જેમાં દેખાઈ રહેલા વ્યક્તિનો ફોટો ઓબરે સાથે મળકતો આવે છે.
- પોલીસે મોડું કર્યા વગર તસવીર લઈને ઓબરેના ઘરે પહોંચે ચે, જ્યાં તેના ઘરના લોકો તેને ઓળખી લે છે કે, ફોટો તેનો જ છે. જોકે, ઓબરેનો ચહેરો ઘણો બદલાઈ ચૂક્યો હોય છે. પોલીસ ફેસબુક લોગીનના આધારે આઈપી એડ્રેસ ટ્રેસ કરે છે. ખબર પડી કે તે ઓબરે જ હતો અને તે જીવે છે.
- દીકરો જીવતો હોવાના સમાચાર સાંભળીને પરિવાન ખુશીથી ઝૂમી ઉઠે છે, પરંતુ તેમના મનમાં એ સવાલ હોય છે કે, આખરે આટલા વર્ષ તે ક્યાં ગુમ થઈ ગયો હતો.
અલગ જ દુનિયામાં જીવી રહી હતી જિંદગી

- પોલીસે જણાવ્યું કે, ઓબરે સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યો હતો. તેણે તેના વાળ વધારી લીધા હતા અને વણજારા જેવી જિંદગી જીવવા લાગ્યો હતો. તેણે વણજારાનું એક ગ્રુપ જોઈન કરી રાખ્યું હતું જે અજીબોગરીબ કામોથી પૈસા કમાતો અને આખા દેશમાં ફરતો રહેતો હતો. આખરે પોલીસ અને ઓબરેનો પરિવાર તેના સુધી પહોંચી જાય છે અને તે ઘરે પાછો જવા માટે તૈયાર થઈ જાય છે.
ઘરેથી કેવી રીતે ગુમ થયો તે આજે પણ કોયડો

- પોલીસે જ્યારે ઓબરને પૂછ્યું કે, તે ઘરેથી કઈ પરિસ્થિતિમાં ગુમ થયો તો તે માત્ર એટલું કહે છે કે, આ તેની મરજી હતી, પરંતુ આ સિવાય તે કંઈ નથી કહેતો. તેણે 2 વર્ષમાં રસ્તા પર પસાર કરેલી રોમાંચક જિંદગી વિશે જણાવ્યું, અમુક એવી વાતો જણાવી જેને સાંભળીને તેના પરિવારજનો ગભરાઈ ગયા, પરંતુ અચાનત તેને શું થયું હતું તે આજે પણ કોયડો છે.

Comments